Pages

Showing posts with label gujrati. Show all posts
Showing posts with label gujrati. Show all posts

Tuesday, August 23, 2011

સ્પર્શ ....






સમય નો સરવાળો કરી જોવો...
તે કૈક કહે છે
તમારા વિચારો ને તમારો પોતાનો સ્પર્શ આપી જોવો...
તે કૈક કહે છે..



પડછાયો આગળ નથી કે નથી પાછળ
તે તો સાથે જ છે..
તેને સ્પર્શ કરી જોવો..
તે કૈક કહે છે..



એ ભીનાશ કે જે તમારા અશ્રુ ની છે..
તેનો સ્પર્શ તમારા મખમલી રૂમાલ પર લઇ જોવો..
તે કૈક કહે છે..



પસ્તાવો શીદ ને..
સમય વહી ગયો...
છતાં કૈક જીવંત છે..
એ જીવંત ને સ્પર્શી જોવો..
તે કૈક કહે છે..






...............................






તમારું સ્મિત કે જે પૂછી રહ્યું છે તમારા ધબકાર ને..
એને સ્પર્શી જોવો...
તે હવે,...કૈક કહે છે...



બે આત્મા ચોક્કસ મળશે...
જયારે... તમે પણ કૈક કેહ્સો...



સ્પર્શ કરી લો.. એ અંતર ને...
એ પણ... હવે કૈક કહે છે...

Thursday, August 11, 2011

..........આભાસ" gujrati

સુકાઈ ગયા છે નદી ના નીર..
પણ,.. ધરા હજીયે છે...

નિર્જીવ થઇ ગયું છે આ શરીર ..
પણ,.. શ્વાસ ની પ્રક્રિયા હજીયે છે..

નસો માં વેહ્તું લોહી, ભલે અટકી ગયું હોય,
પણ,..તારા હિંચકે હિલોળા લેતું મારું એ મન હજીયે છે..


તું,.. ઓઢી લે આવરણ... કૈક કેટલા,..
પણ,.. તારા નયન માં મારા પ્રીત ના અશ્રુ હજીયે છે...


... કહે છે મારા એ અશ્ક, જે થંભી ગયા છે તારી પાપણ પર...


કે તારા સ્મિત માં મારો એ રંગ હજીયે છે,
કે તારા રુદન માં મારો એ અંશ હજીયે છે,
કે તારા અસ્તિત્વ માં, ...મારો એ આભાસ હજીયે છે....

Thursday, July 21, 2011

સમય (gujrati)


સમય ના વહેણ માં વહી ગયો છુ હૂં
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....



તારા હૃદય પર અનરાધાર વરસ્યો અને વહી ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....


ઝાકળ સમો એ ડાળ પર, એ પાન પર આવ્યો, અને વહી ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....


મીરા ની દીવાનગી સમો તરસ્યો અને વહી ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....

 શ્વાસ ને કાજે ફરી વાતાવરણ માં લિપ્ત થઇ ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....


"અર્થ માં મોક્ષ નથી .... મોક્ષ માં અર્થ છે..."

મોક્ષ માં વહી ગયો છુ હૂં
છતાં
અર્થ માં રહી ગયો છુ હૂં..


..... મન ના તરંગો ને વાચા નથી આપતો ,
એ હૃદય ની ઉશ્માઓ ને વ્યથિત કરે છે..


મુજ આત્મા માં વહી ગયો છુ હૂં
છતાં
તુજ પરમાત્મા માં રહી ગયો છુ હૂં........



Tuesday, July 19, 2011

...... હવે તો નીરવ શાંતિ છે..."


વેહતી નદી ના કિનારે

તો ક્યારેક

ઘૂઘવાતા સમુદ્ર ની વચ્ચે

 
સવાર ના સૂર્ય ની કિરણો માં

તો ક્યારેક

ચંદ્રમાં ની છાયા માં

 
ચમકતા તારા ઓ ની વચ્ચે

તો ક્યારેક

અંધારી એ ઓટ્ડી માં
 

મને સ્પર્શી ને જતી હવા માં

તો ક્યારેક

મોર ના ટહુકા માં
 

... મારા અસ્તિત્વ નો ..એ પડછાયો ક્યાં શોધું...



... હવે તો નીરવ શાંતિ છે...

Wednesday, June 29, 2011

વ્યથા (gujrati)

વ્યથા નો સમય નથી હોતો

સમય નો અંત નથી હોતો....



રણ માં સુરજ રોજ તપે છે
સમુંદર નો અંત નથી હોતો.....



કઈ વ્યથા ને હૂં ત્યજું
અને કયા સમય ને અપનાવું

એ પણ એક પ્રસન છે
એ પણ એક વ્યથા છે


અને એનો પણ અંત નથી હોતો....





રોજ જીવું છુ એ બ્રહ્મ માં કે સુરજ ક્યારેક મલકશે


પણ... એ બ્રહ્મ નો પણ અંત નથી હોતો...



અળગો કરી રહ્યો છુ અવકાશ થી

અળગો કરી રહ્યો છુ એ આસ થી

ઝતા


વિચારો નો અંત નથી થતો...






કેવળ મનુષ્ય છુ ,.. ઈશ્વર નહિ


ક્યારે સમ્જીસ


એ મુન્જ્હવન નો અંત નથી થતો....


Related Posts Plugin for WordPress, Blogger...