Tuesday, August 23, 2011

સ્પર્શ ....


સમય નો સરવાળો કરી જોવો...
તે કૈક કહે છે
તમારા વિચારો ને તમારો પોતાનો સ્પર્શ આપી જોવો...
તે કૈક કહે છે..પડછાયો આગળ નથી કે નથી પાછળ
તે તો સાથે જ છે..
તેને સ્પર્શ કરી જોવો..
તે કૈક કહે છે..એ ભીનાશ કે જે તમારા અશ્રુ ની છે..
તેનો સ્પર્શ તમારા મખમલી રૂમાલ પર લઇ જોવો..
તે કૈક કહે છે..પસ્તાવો શીદ ને..
સમય વહી ગયો...
છતાં કૈક જીવંત છે..
એ જીવંત ને સ્પર્શી જોવો..
તે કૈક કહે છે..


...............................


તમારું સ્મિત કે જે પૂછી રહ્યું છે તમારા ધબકાર ને..
એને સ્પર્શી જોવો...
તે હવે,...કૈક કહે છે...બે આત્મા ચોક્કસ મળશે...
જયારે... તમે પણ કૈક કેહ્સો...સ્પર્શ કરી લો.. એ અંતર ને...
એ પણ... હવે કૈક કહે છે...

Related Posts Plugin for WordPress, Blogger...