સમય ના વહેણ માં વહી ગયો છુ હૂં
છતાં
તારા હૃદય પર અનરાધાર વરસ્યો અને વહી ગયો
છતાં ત્યાં જ રહી ગયો છુ હૂં....
ઝાકળ સમો એ ડાળ પર, એ પાન પર આવ્યો, અને વહી ગયો
છતાં ત્યાં જ રહી ગયો છુ હૂં....
મીરા ની દીવાનગી સમો તરસ્યો અને વહી ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....
શ્વાસ ને કાજે ફરી વાતાવરણ માં લિપ્ત થઇ ગયો
છતાં
ત્યાં જ રહી ગયો છુ હૂં....
"અર્થ માં મોક્ષ નથી .... મોક્ષ માં અર્થ છે..."
મોક્ષ માં વહી ગયો છુ હૂં
છતાં
અર્થ માં રહી ગયો છુ હૂં..
..... મન ના તરંગો ને વાચા નથી આપતો ,
એ હૃદય ની ઉશ્માઓ ને વ્યથિત કરે છે..
એ હૃદય ની ઉશ્માઓ ને વ્યથિત કરે છે..
મુજ આત્મા માં વહી ગયો છુ હૂં
છતાં તુજ પરમાત્મા માં રહી ગયો છુ હૂં........